
અપશબ્દો બોલતા મામલો બિચકતા ચાર વ્યકિતને ઇજા, સામસામે ફરિયાદ નોંધાવી
આણંદ: ઉમરેઠના અહિમા ગામે ભાથીજી મંદિર નજીક અપશબ્દો બોલવા બાબતે બે પરિવારો વચ્ચેની મારામારીમાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉમરેઠના અહિમા ગામે રહેતા આશાબેન ગજેન્દ્રસિંહ ચૌહાણ પોતાની પુત્રી સાથે તબેલા પરથી ઘરે આવી રહ્યાં હતા. ત્યારે ભાથીજી મંદિર નજીક સવિતાબેન જગદીશભાઈ ચૌહાણ, દક્ષાબેન કરણસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ જગદીશભાઈ ચૌહાણ અને જગદીશભાઈ મણીભાઈ ચૌહાણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યુંું હતું.
