
– પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા
– દબાણોના લીધે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી
આણંદ : ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે દબાણોને કારણે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી પંચાયત તંત્ર દ્વારા છ દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ખાખણપુરામાં મહુડી તરફ જતા રસ્તા પરના તેમજ ગ્રામ પંચાયત સામેના કુલ છ જેટલા કાચાં-પાકાં દબાણો ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.
