
Silver and Gold Price News : સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી.
સોનામાં પણ તેજીનો માહોલ
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી.
