
Vande Matram History: રાષ્ટ્રીય ગીત વંદે ભારતની રચનાને 150 વર્ષ થઈ ગયા છે. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું એક સમયે અમર સૂત્ર, વંદે માતરમ્, આજે પણ આપણી માતૃભૂમિ પ્રત્યેના આપણા અતૂટ પ્રેમનું પ્રતીક છે. વંદે માતરમ પહેલીવખત સાતમી નવેમ્બર 1875ના રોજ બંગદર્શનમાં લખાયું અને પ્રકાશિત થયું. બંકિમચંદ્ર ચેટરજીએ તેને 1882માં આનંદમઠમાં પ્રકાશિત કર્યું. રાષ્ટ્રગીત જન ગણ મનના લેખક રવીન્દ્રનાથ ટાગોરે તેને સંગીતમાં ગોઠવ્યું. વંદે માતરમ્ ની કવિતાથી રાષ્ટ્રીય ગીત સુધીની સફર અવિસ્મરણીય છે.
