
– ભારત પરનો 50 ટકા ટેરિફ દૂર કરવા ત્રણ સાંસદોનો કોંગ્રેસમાં ઠરાવ
– એચ-1બી વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવી ‘ગેરકાયદે’ 19 રાજ્યોએ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારર્યો
– અમેરિકન કામદારો, ગ્રાહકો અને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો માટે ભારત પર 50 ટકા ટેરિફ હાનિકારક : ત્રણ સાંસદોની દલીલ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ મનસ્વી રીતે અનેક વિવાદાસ્પદ નિર્ણયો કર્યા, જેને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. આ શ્રેણીમાં હવે પ્રમુખ ટ્રમ્પે સપ્ટેમ્બરમાં એચ-૧બી વિઝાની ફીમાં જંગી વધારો કરીને વન-ટાઈમ ફી ૧ લાખ ડોલર કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકાના ૧૯ રાજ્યોએ યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો છે.
