એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું:મોડાસાથી સારવાર અર્થે એક દિવસના બીમાર બાળકને અમદાવાદ લાવતાં અકસ્માત નડ્યો, પિતા, ડોક્ટર અને નર્સનું મોત

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મોડાસા-અમદાવાદ રોડ પર વહેલી પરોઢે એક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ભયાવહ આગમાં એમ્બ્યુલન્સમાં સવાર બાળક અને અન્ય ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *