
– શેખર નામ નોબેલ (ખગોળશાસ્ત્ર) વિજેતા ચંદ્રશેખર પરથી રાખ્યું : શીવૉનને તેઓના પિતાએ દત્તક લીધી હતી, તેઓ ભારતીય હતા
વોશિંગ્ટન : ટેસ્લા અને સ્પેસ Xના સીઈઓ એલન મસ્કે જીરોધાના સહ સ્થાપક નિખિલ કામત સાથે પોડ-કાસ્ટ ઉપર મન ખોલીને વાત કરી. તેમાં પર્સનલ તેમજ પ્રોફેશનલ બાબતો પણ આવરી લીધી હતી.
તેઓએ કહ્યું, મારા પાર્ટનર શિવૉન જીબીસને ભારત સાથે સંબંધ છે. મારા પુત્રનું નામ ખગોળ શાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર અમેરિકન – ભારતીય વિજ્ઞાાની સુબ્રમન્યમ ચંદ્રશેખર ઉપરથી રખાયું છે.
