એસ.ટી. બસના તોતિંગ ટાયરો ફરી વળતા પતિ પત્નીનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • સંતરામપુર બાયપાસ પાસે એસટી બસે ત્રણ વાહનોને ટક્કર મારી
  • સગવાડિયાના અન્ય બે વ્યક્તિને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયા
  • સગવાડીયા ગામના બે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડાયા

સંતરામપુરમાં બાયપાસ પાસે મોડી રાત્રિના ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સંતરામપુર મા એસ ટી બસ અને બાઇક તેમજ એક્ટિવા સહીત તુફન કાર સાથે અકસ્માત થતા ભજન પ્રોગ્રામમાં જતા પ્રજાપતિ પરિવારના મોભી એવા પતિ પત્નીના કરૂણ મોત ઘટના સ્થળે થયા હતા. જ્યારે સગવાડીયા ગામના બે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડાયા હતા.

સંતરામપુર બાઇપાસ રોડ પાસે એસ ટી બસએ બાઈક ચાલક સાહિત એકટીવાને તૂફન જીપને અડફેટે લેતાં બાઈક પર સવાર પતિ પત્ની ના ઘટના સ્થળે મોત નિપજેલ છે. જેમાં સંતરામપુરમાં રહેતા મોહનભાઈ પુજાભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ પતિ પત્ની ના ઘટના સ્થળે મોત થવા પામ્યા હતા. અકસ્માત સર્જાતા સ્થાનીક લોકો અને ગામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવી બચાવવા ની કામગીરી કરેલ હતી. આ સર્જાયેલ અકસ્માતમાં સંતરામપુર તાલુકાના સગવાડિયા ટીમલા ગામનાં રહેવાસી અન્ય 2 લોકો ને ઈજા પોહંચતા ઈજાગ્રસ્ત બાબુભાઈ ડામોર અને તેમની નાની દીકરી હારવીબેન ડામોરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સમગ્ર ઘટના ની જાણ જિલ્લા પોલીસ વડા અને સંતરામપુર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નગરજનોને ગ્રામજનોનાં લોકટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સર્જાયેલ અકસ્માતમાં બસે બે વાહનોને ઘસડીને રોડની સાઈડમાં ઘુસાડી વીજળીનાં થાંભલાને પાડી દીધેલ હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *