
– ઠંડી વધે તે પહેલા 120થી વધુ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં
– આ વર્ષે ઘૂસણખોરીના ચાર પ્રયાસ, આઠ આતંકીઓ માર્યા ગયા, સુરક્ષાદળોની ચાંપતી નજર : બીએસએફ
શ્રીનગર : ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકેમાં અનેક આતંકી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતા એલઓસી પાર કેટલાક આતંકી લોન્ચપેડ હજુ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો બીએસએફના કાશ્મીર ફ્રંટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે કર્યો હતો. માહિતી મુજબ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પીઓકેમાં સરહદ પાસે ફરી ૭૦ જેટલા લોન્ચપેડ સક્રિય કર્યા છે.
