ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર 16 લોકોનો જીવ લેનારો આતંકી ભારતીય હોવાનો ઘટસ્ફોટ

📅 Published: December 17, 2025 | 📂 Category: Uncategorized


Australia Attack News : ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે બોન્ડી બીચ પર રવિવારે થયેલા આતંકી હુમલામાં 16 યહુદીઓનો ભોગ લેનારા પિતા-પુત્ર આતંકીઓ પાકિસ્તાનના હોવાનો દાવો થયો હતો. જોકે, હવે કેટલાક મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે કે આતંકી સાજિદ અકરમ ભારતીય હતો, જેને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. વધુમાં સાજિદ અકરમે ભારતીય પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હતો. સાજિદ ભારતીય હોવાના મીડિયા રિપોર્ટને પુષ્ટી આપતા તેલંગણા પોલીસે કહ્યું કે, તે મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો.

સિડનીના બોન્ડી બીચ પર રવિવારે હનુક્કા તહેવારની ઊજવણી કરી રહેલા યહુદીઓને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં 10  વર્ષની બાળકી અને 87 વર્ષના વૃદ્ધ સહિત કુલ 16 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં હિટલરના હોલોકોસ્ટથી બચી ગયેલા 87 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *