
Thailand PM Moves To Dissolve Parliament : કંબોડિયા સાથે સૈન્ય ઘર્ષણ કરી રહેલા થાઇલૅન્ડના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. દેશના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે (Anutin Charnvirakul) ત્રણ મહિના પહેલા જ કાર્યભાર સંભાળ્યો હતો, જોકે તેમના સંસદ ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. સંસદ ભંગની સત્તાવાર સૂચના અને જાહેર કર્યા બાદ હવે દેશમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવની સંભાવના છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની સંભાવના
સંસદ ભંગ કરવા મામલે સરકારે જાહેર કરેલા ‘રૉયલ ગેજેટ’માં કહેવાયું છે કે, દેશમાં પ્રભાવી શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નવી ચૂંટણીઓ યોજવાની જરૂર છે.
