
Kutch Accident: કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીત આજે (પહેલી ડિસેમ્બર) સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હાઇવે પર ભયાવહ દ્રશ્યો: 6-7 વાહનો સ્વાહા
આ દુર્ઘટના નેશનલ હાઈવે પર ઘટી છે અને તેના કારણે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા.
