
Accident on Bhachau Highway in Kutch: કચ્છના ભચાઉ હાઈવે પર રવિવારે (21મી ડિસેમ્બર) રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટ સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા લાગેલી ભીષણ આગમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા.
ધડાકાભેર ટક્કર બાદ વાહનોમાં ભભૂકી આગ
મળતી વિગતો અનુસાર, રવિવારે રાત્રે એક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી.
