કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો તેજ

📅 Published: November 27, 2025 | 📂 Category: Uncategorized


Karnataka Congress Tussle: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે હાઈકમાન્ડને આડકતરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘શબ્દોની શક્તિ એ જ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, અને વાયદા પૂરા કરવા એ સૌથી મોટી શક્તિ છે.’ તેમના આ નિવેદનને સિદ્ધારમૈયા પછી સત્તા પરિવર્તનની માગ અને તેની સાથે સબંધિત રાજકીય દબાણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

એક કાર્યક્રમને સંબોધતા શિવકુમારે કહ્યું કે, ‘એક કહેવત છે કે, શબ્દોની શક્તિ એ જ દુનિયાની શક્તિ છે, એટલે કે પોતાના વચનનું પાલન કરવું એ દુનિયાની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. પછી ભલે તે જજ હોય, ભારતના રાષ્ટ્રપતિ હોય, હું હોઉં, તમે હોય કે તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ હોય, આ જ સૌથી મોટી શક્તિ છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *