
– ઈડલી-વડા ખાધા પછી પણ સત્તાનું સમાધાન નહીં આવ્યાના દાવા વચ્ચે
– શિયાળુ સત્રમાં સિદ્ધારમૈયા સામે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવશે તો મજબૂતીથી તેનો સામનો કરીશું : શિવકુમારનો દાવો
– હાઈકમાન્ડના નિર્દેશોનું પાલન કરીશું, 2028ની ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા સાથે લડીશું : સિદ્ધારમૈયા
બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસના શાસનને અઢી વર્ષ પૂરા થવાની સાથે જ મુખ્યમત્રીની ખુરશી માટે રાજ્યના બે કદાવર નેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ખેંચતાણના અહેવાલો આવવા લાગ્યા હતા. આ અટકળો વચ્ચે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે શનિવારે સવારે બ્રેકફાસ્ટ બેઠક કરી હતી. આ બેઠક પછી બંને નેતાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની વચ્ચે ‘કોઈ મતભેદ નહીં હોવાનો તથા તેઓ એક’ હોવાનો સંદેશો આપ્યો હતો.
