સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરીને તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુત્રએ વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરીને એક મહિનાથી વધુ સમયથી છોડી દીધા હતા, જે અંગે જાણ થતાં પોલીસે અને એક સેવાભાવી સંસ્થાએ વૃદ્ધાને મુક્ત કરાવી હતી. એક મહિના પહેલા ઘરના પેસેજમાં લોક કરીને પુત્ર જતો રહ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની એક સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને તેમના પુત્ર રાજેશ (પુત્રનું નામ બદલ્યું છે) (જે હીરાના કારખાનામાં નોકરી કરે છે)એ લગભગ એક મહિના પહેલા ઘરના પેસેજમાં લોક કરીને ક્યાંક જતો રહ્યો હતો. પુત્રએ માતાને તરછોડી દીધી હોવા છતાં, આસપાસના જાગૃત અને દયાળુ લોકો દ્વારા વૃદ્ધાને સમયસર જમવાનું પહોંચાડવામાં આવતું હતું, જેના કારણે તેઓનું ગુજરાન ચાલી રહ્યું હતું. ઉત્રાણ પોલીસની ટીમે વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી
આજે, વુમન ઇમ્પુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની કાર્યકરોને આ અંગેની જાણ થતાં તેઓ તરત જ વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા. તેમણે જોયું કે વૃદ્ધા ખરેખર પેસેજમાં લોક હતા અને તેમની હાલત ગંભીર હતી. કાર્યકરો દ્વારા તુરંત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી હતી અને વધુ કાર્યવાહી માટે તેમને ઉત્રાણ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. એક મહિનાથી પુત્રએ મતાની કોઈ ભાળ લીધી નહોતી
પોલીસ સ્ટેશન પર, ઉત્રાણ પોલીસે પુત્ર રાજેશનો કોન્ટેક્ટ કરીને તેને પોલીસ મથકે બોલાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે, ઘર લોન પર હોય અને કદાચ આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કારણોસર તે માતાને ઘરમાં લોક કરીને છોડીને જતો રહ્યો હોવાની શક્યતા છે. જોકે, માતાને તેમના પુત્ર રાજેશ ક્યાં રહે છે તેની પણ જાણ નહોતી. છેલ્લા એક મહિનાથી તેમના પુત્રએ તેમની કોઈ ભાળ લીધી નહોતી. સમાજમાં માતા-પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો
પુત્રની આ બેદરકારી અને માતાને તરછોડવાની ગંભીરતાને જોતા, વુમન ઇમ્પૂવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના ધોરણે વૃદ્ધાને આશ્રય આપવાનો નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વૃદ્ધાને સુરક્ષિત અને યોગ્ય કાળજી મળી રહે તે માટે વૃદ્ધાશ્રમ લઈ જવામાં આવ્યા છે. કળિયુગમાં શ્રવણ બનવાના બદલે માતાને તરછોડવાની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માતા-પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ‘એક બહેનને તેના દીકરા અને વહુએ પૂરી રાખ્યા છે’
ચેતનાબેન સાવલિયા (વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં સંસ્થાના સંચાલક) એ જણાવ્યું હતું કે, અમને સુરતમાં એક સોસાયટીમાંથી ફોન આવેલો કે અમારી સોસાયટીમાં એક ઘરની અંદર એક બહેનને તેના દીકરા અને વહુએ પૂરી રાખ્યા છે તો એમણે મદદરૂપ થાઓ અને એમને નર્કમાંથી છોડાઓ. તેઓ તુરંત તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી આડોશ પાડોશ વાળાની મદદથી જ્યાં બહેનને પૂરી રાખ્યા હતા. તે મકાન ખોલી અંદર પ્રવેશ કરતા ત્યાંનો નજારો જોઈ સૌ જૉનાર ચોંકી ઉઠ્યા હતા. જ્યાં એ બહેનની ઉંમર આશરે 65 વર્ષ ઉપર જણાઈ આવતી હતી અને તેમને જેમ કેદીઓને જેલમાં સળિયા પાછળ પૂરી રાખવામાં આવે એમ ઘરેજ એક જેલ જેવું બનાવી અને તેમાં આ બહેનને પૂરી રાખવામાં આવ્યા હતા. ચેતનાબેન દ્વારા વૃદ્ધાના દીકરા રાજેશને જાણ કરવામાં આવી
બહેનને પૂછવામાં આવતા તેઓ જણાવ્યું હતું કે, મને છોકરો રાજેશ સારી રીતે જ રાખે છે. વહુ પણ સારી રીતે રાખે છે, પરંતુ જ્યારે પૂછતા કે જમવાનું ક્યારે આપે ત્યારે આ બહેન જણાવે છે કે મને સવારે જમવાનું આપી જાય છે પછી નથી આપતા તે છતાં દીકરા માટે રાજીપો રાખે છે. જ્યારે આ ઘટનાની જાણ ચેતનાબેન દ્વારા વૃદ્ધાના દીકરા રાજેશને જાણ કરવામાં આવી કે ત્યારે રાજેશભાઈ કારખાને હીરા ઘસતા હતા ત્યાંથી તેમને બોલાવવામાં આવ્યા હતા.
કળિયુગના પુત્રનું વૃદ્ધ માતા સાથે અમાનવિય કૃત્ય:પુત્ર અને પુત્રવધૂ 65 વર્ષીય માતાને ઘરમાં લોક કરી જતા રહ્યા ને એક મહિનામાં હાલત બદથી બદતર થઈ, અંતે ટ્રસ્ટ અને પોલીસે બહાર કાઢ્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
