પાલિકામાં મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુ. કમિશનર રોડની સ્થિતિ, માર્ગ પર મૂકાતા બેરિકેડ અને સ્વચ્છતા મુદ્દે અધિકારીઓ પર ખિજાયા હતા. ઓફિસમાં બેસી રહેતા રોડ પ્રોજેક્ટ અને ઝોનના અધિકારીઓને રોડની કામગીરી વેળાએ સ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે. જો અધિકારી સ્થળ પર ગેરહાજર હશે તો કાર્યવાહી કરાશે. પાલિકામાં મંગળવારે મળેલી રિવ્યુ બેઠકમાં અરુણ મહેશ બાબુએ રોડની સ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા સુધીની તૈયારી બતાવી હતી. મ્યુનિ. કમિશનરને સૂચના આપી હતી કે, રોડની કામગીરી સમયે રોડ પ્રોજેક્ટ અને ઝોનના અધિકારીઓની સ્થળ પર હાજરી જોઈશે. અધિકારી સ્થળ પર નહીં જાય તો તેમની સામે કાર્યવાહી કરાશે. અધિકારીઓએ ઓફિસમાં બેસી રહેવાને બદલે સ્થળ પર જવું પડશે. નોંધનીય છે કે, ચોમાસામાં રોડ ધોવાઈ જવાથી મ્યુ. કમિશનરની સૂચના બાદ કોન્ટ્રાક્ટરોને 40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણની તૈયારી શરૂ કરી છે. બેઠકમાં સ્વચ્છતા અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં વોર્ડમાં સ્વચ્છતાની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરને સોંપાશે. જ્યારે વોર્ડ ઓફિસરે સુપરવિઝન કરવાનું રહેશે. પાણી-ડ્રેનેજના કામ બાદ રોડ પર મૂકેલાં બોર્ડ હટાવો
રિવ્યુ બેઠકમાં મ્યુ. કમિશનરે પાણી-ડ્રેનેજની કામગીરી બાદ રોડ પર મહિનાઓ સુધી પડી રહેતાં વર્ક ઇન પ્રોગ્રેસનાં બોર્ડ તાત્કાલિક હટાવવા સૂચના આપી હતી. તેઓએ કહ્યું કે, કામ પૂરું થયા બાદ તાત્કાલિક રોડ બની જાય અને લોકોને પરેશાની ન થાય તે રીતે કામ કરવું જોઈએ. રોડ પર અનેક જગ્યાએ મહિનાઓ સુધી બોર્ડ મૂકી રાખવામાં આવે છે, તેને તાત્કાલિક હટાવી લેવાં.
કાર્યવાહી:અધિકારીઓને તાકીદ, રોડના કામ વેળા સ્થળે હાજર નહિ રહો તો કાર્યવાહી થશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
