અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી છે. મંગળવારે ફીકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલા ચાર દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ દુકાનદારોનો કુલ રૂ.10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં તેની ચુકવણી કરી ન હતી. જેના પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો.
કાર્યવાહી:10 લાખનો વેરો નહિ ભરનારા 4 વેપારીની દુકાન સીલ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
