
Ethiopian PM And Narendra Modi Car Driving : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના ચાર દિવસના પ્રવાસે છે. પીએમ મોદી મંગળવારે (16 ડિસેમ્બર) ઈથોપિયા પહોંચ્યા છે, જ્યાં તેઓ બંને દેશના સંબંધોને વધુ મજબૂત બનાવવાને લઈને ચર્ચા કરશે. ભારત અને ઈથોપિયાએ અદીસ અબાબામાં ઈથિપોયાના નેશનલ પેલેસમાં વડાપ્રધાન મોદી અનેમ ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ઈથોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહમદ અલીએ અદીસ અબાબા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
