
ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોરલેનનું કામ હજુ અધૂરું છે તે વચ્ચે
‘કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો’ ટ્રાન્સપોર્ટરોના સુત્રોચ્ચાર, કોંગ્રેસે પણ ટોલમાંથી મુક્તિની માંગ કરી
ભુજ: ભીમાસર ભુજ નેશનલ હાઈવે ફોર લેનનું કામ હજુ પૂરું થયું નથી તે વચ્ચે ટોલ ટેક્ષ શરૂ કરાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો- વાહન માલિકોએ ટોલ નાકે ધસી જઈને ‘કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો’સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી રોડનું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલી શકાય નહીં તેવી રજુઆત કોંગ્રેસે પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, ખાવડાને જોડતો નેશનલ હાઈવે જર્જરિત હોવા છતાં ટોલ વસુલાય છે. તેવામાં કુકમા અને વરસામેડી બાજુના બંને ટોલ ટેક્ષ શરૂ કરી દેવાયા છે જેના પગલે વાહન માલિકો રોષે ભરાયા છે.
