
– નડિયાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
– આરોપી 30 દિવસમાં દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ
નડિયાદ : ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સોજિત્રા શાખાના એક બાકીદારને ચેક રિટર્ન થવાના કેસમાં નડીઆદની કોર્ટે આરોપીને ૬ માસની સાદી કેદ અને ચેકની રકમ મુજબના દંડનો હુકમ કર્યો છે. તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
સોજિત્રા તાલુકાના મલાતજ ગામના રહેવાસી ચીમનભાઈ કલ્યાણસિંહ મહીડાએ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સોજિત્રા શાખામાંથી ધિરાણ લીધું હતું.
