કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized

– તરેડી, સથરા, ભાદ્રોડ, વડલીના 150 ખેડુતોની જમીન અપાઈ હતી

– નવેમ્બર પૂર્ણ થવા આવ્યો છતાં સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં સિંચાઈ વિભાગની આળસથી રોષ

ભાવનગર : જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો થયા બાદ પણ સિંચાઈ વિભાગ દ્વારા ઓકટો.ના બદલે હાલ નવેમ્બર પૂર્ણ થવા આવ્યો હોવા છાતં સિંચાઈ સલાહકાર વિભાગની બેઠક બોલાવી નતી અને પાણી અપાયું નથી ઉપરાંત ૧૯૯૪માં કેનાલ માટે સંપાદન કચેરી જમીન પર આજસુધી પાણી નતી પહોંચ્યું કે નથી જમીન પરત કરાઈ ત્યારે ખેડુત કલ્યાણ સંઘ દ્વારા બન્ને બાબતે ઉગ્ર રજુઆત થવા પામી છે.

વર્ષોથી શેત્રુંજી સિંચાઈ વિભાગની સલાહકાર સમિતિની બેઠક ૧૦મા મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે છે અને ખેડુતોને સિંચાઈનું પાણી અપાવાનો ઠરાવ થાય છે પણ આ વર્ષે ૧૧મો મહિનો પુરો થવા આવ્યો છતાં આઠ મહિનાથી શેત્રુંજી વિભાગ આળસ ઉડાડતું નતી તેથી આઠ દિવસમાં શેત્રુંજી સિંચાઈ વિભાગ સલાહકાર સમિતિની બેઠક બોલાવે તેવી માંગ સાથે આ વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફલો છે તેથી એક મહિનો વહેલું પાણી છોડાય તો ખેડુતો શીયાળુ ઉનાળુ પાકો કરી શકે તેમજ જણા અને ડાબા કાંઠે અડધાને ગોળ અને અડધાને ખોળનો જુનો રીવાજ છે તે સદંતર બંધકરવા માંગ ઉઠી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *