
શહેર નજીકના દશરથ ગામે રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને દાંડિયાબજારમાં લકડીપુલ પાસે આવેલી વિનસ ટ્રાવેલ્સના સંચાલક સહિત ચાર આરોપીઓએ 38.70 લાખ પડાવી લીધા હતા. જે અંગે સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
