
What Is Article 240: કેન્દ્ર સરકારના એક નિર્ણયથી હરિયાણા-પંજાબને મોટો ઝટકો લાગશે. કેન્દ્ર સરકાર ચંદીગઢને બંધારણના અનુચ્છેદ 240 હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. તેના માટે સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનું 131મું સુધારો બિલ રજૂ કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય ચંદીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)સાથે લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન પ્રમાણે આ બિલનો ઉદ્દેશ્ય ચંદીગઢને બંધારણના અનુચ્છેદ 240માં સામેલ કરવાનો છે.
