
Pramukh Varani Amrit Mahotsav: અમદાવાદ: શાહપુરની આંબલીવાળી પોળ, BAPS સંસ્થાના ઇતિહાસની સૌથી નિર્ણાયક ઘટનાની આ ભૂમિ. અહીં જ, આજથી બરાબર 75 વર્ષ પહેલાં, 21 મે, 1950 ના રોજ, શાસ્ત્રીજી મહારાજે યુવાન સંત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ અલૌકિક ઘટનાનો ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ આજે રવિવારે 7 ડિસેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પર ઉજવાયો હતો. આ ક્ષણના સાક્ષીએ આજે ભાવ વિભાર થઈ 75 વર્ષ પહેલા બનેલી અચરજ પમાડે તેવી ઘટનાનું વર્ણન કર્યું હતું.
પ્રમુખસ્વામી સંસ્થાના પ્રમુખ બન્યા તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી છે નવનીતભાઈ
