ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો 'ખેલ'

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


Maharashtra Local Body Election : મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA) એકબીજાની વિરુદ્ધમાં છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દોસ્તી અને દુશ્મનીની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી એકતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના નેતાઓ તો બીજીતરફ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની NCPSPના નેતાઓ એકબીજાના ગઠબંધન પર આકરા પ્રહારો અને ગંબીર આક્ષેપો કરતા જોવા મળતા હતા, જોકે હવે આ છ પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજાને દગો આપતા જોવા મળી રહ્યા છે.

આવતીકાલે મતદાન

મહારાષ્ટ્રની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની બેઠકો પર આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે બંને ગઠબંધનોમાં તિરાડ પડી ગઈ છે. આમ તો શિવસેનાના બે ભાગલા પડ્યા બાદ શિંદે અને ઉદ્ધવની પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *