)
(ઓમપ્રકાશ પંજાબી)
અમદાવાદ,બુધવાર
શહેરના ગુરૂકુળ રોડ રહેતા અને બિલ્ડીંગ મટિરીયલનો વ્યવસાય કરતા વેપારીએ ંધંધા માટે નાણાંની જરૂર પડતા ઓમપ્રકાશ પંજાબી સાથે સાંઠગાઠ ધરાવતા જીમ્મી અસીજા નામના વ્યક્તિ પાસેથી અઢી કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા નાણાંની સામે વેપારીએ કલોલ જીઆઇડીસીમાં આવેલા પ્લોટના દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. ત્યારબાદ પ્રતિમાસ ચાર ટકા લેખે વ્યાજ વસુલવાનું શરૂ કરીને વેપારીની અન્ય જમીન પચાવીને અઢી કરોડની સામે ૪.૭૭ કરોડ જેટલી રકમ વસુલી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ મની લોન્ડરીંગ એક્ટ અને છેતરપિડીનો ગુનો નોંધીને ઓમપ્રકાશ પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
