
India-US Relations : ભારતના ઉત્પાદનો પર અગાઉ ટેરિફ લગાવ્યા પછી, અમેરિકાએ હવે વ્યૂહાત્મક યુ-ટર્ન લેતા ભારત સાથે સંરક્ષણ સહયોગ વ્યાપક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકન સંસદમાં ‘વાર્ષિક સંરક્ષણ નીતિ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ક્વાડના માધ્યમથી ભારત સાથે વ્યાપક સહયોગ વધારવાનો ઉલ્લેખ કરાયો છે. વાસ્તવમાં અમેરિકા ચીનના પડકારોનો સામનો કરવા માટે હિંદ અને પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલ દરિયાઈ અને જમીન વિસ્તારોમાં પહોંચ વધારવા માંગે છે, જેને લઈને આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.
ચીનને ટક્કર આપવા માટે લવાયું વિધેયક
અમેરિકન સંસદમાં સાંસદો દ્વારા નાણાંકીય વર્ષ-2026 માટે રજૂ કરાયેલા ‘નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ’ વિધેયકમાં ક્વાડના દેશો સાથે સંબંધો વધારવાનો ઉલ્લેખ કરાયો છે.
