
Khalistan Terrorism: ભારતના સતત દબાણ વચ્ચે બ્રિટને ખાલિસ્તાની આતંકવાદી સમૂહ સામે મોટું ઐતિહાસિક પગલું લીધું છે. બ્રિટિશ સરકારે 4 ડિસેમ્બરે ગુરપ્રીત સિંહ રેહલ નામના એક વ્યક્તિ અને બબ્બર અકાલી લહેર સંગઠન પર આતંકવાદ સાથે જોડાયેલા આરોપ હેઠળ પ્રતિબંધ લગાવી દીધો છે. આ કાર્યવાહી ખાસ કરીને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ નામની પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે તેની સાંઠગાંઠને લઈને કરવમાં આવી છે. આ પગલાંથી બ્રિટનની નાણાંકીય પ્રણાલીનો દુરૂપયોગ કરનારા ઉગ્રવાદીઓને આંચકો લાગશે અને ભારત-બ્રિટન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને નવી મજબૂતી મળશે.
