ખેડૂતોને હેરાનગતિ:ફતેપુરામાં ખાતર માટે વેરિફિકેશન પ્રક્રિયા ધીમી પડતાં ખેડૂતોને ધક્કા

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

ફતેપુરામાં રોજબરોજ રાહત દરે ખાતર મેળવવા માટે ભારે પડાપડી સર્જાઈ રહી છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નામ લિસ્ટમાં આવી જતું હોવા છતાં વેરિફિકેશન પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. છેલ્લા દસથી પંદર દિવસથી ખેડૂતો ધક્કામુક્કી વચ્ચે કતારમાં કલાકો સુધી ઊભા રહેવાનો વારો આવ્યો છે. અનેક ગામોના લોકો એક સાથે ડેપો સ્થળે પહોંચતા લાંબી કતારો લાગી જતાં લોકોમાં અથડામણ જેવી સ્થિતિ છે. ઓનલાઈન ફોર્મમાં નામ લિસ્ટમાં હોવા છતાં વેરિફિકેશનમાં વિલંબ થવાથી ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે વેરિફિકેશન માટે સ્ટાફની અછત અને ધીમી પ્રક્રિયા કારણે તેમને વારંવાર ચક્કર લગાવવા પડે છે. તો સરકાર દ્વારા ખાતર વિતરણની વ્યવસ્થામાં સુધાર સાથે ખેડૂતોને સરળતાંથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માગણી કરાઇ રહી છે. ફોર્મ ભર્યુ છતાં ખાતર મળતું નથી
સરકારની રાહત દરન ખાતરની 3,500ની કીટ 500માં મેળવવા માટે 25 ધક્કા ખાવા પડી રહ્યા છે. ઓનલાઇન ફોર્મ ભર્યા પછી પણ તાત્કાલિક અસરથી ખાતર મળતું નથી, લાઈનમાં પડવું પડે છે. વેરફીકેશન કરી સહી કરવાના બહાને રોજ ધક્કા ખવડા છે, પણ ખાતર આપતા નથી. અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છીએ.> બામણીયા ગણેશભાઈ મંગળાભાઈ. ગામ વટલી સહી કરી ખાતર આપતા નથી
દસ દિવસથી ધક્કો ખાઈએ છીએ નંબર આવે ત્યારે આવું એવું કહે છે. ફોર્મમાં વેરિફિકેશન કરે છે સહી કરે છે પરંતુ ખાતર આપતા નથી. ધક્કો ખવડાવે છે.> જ્યોતિભાઈ બારીયા, બારીયાની હથોડ તો ખેડૂતોને રવી પાકમાં નુકસાન થશે
કમોસમી માવઠાના મારથી નુકસાનના ભાર નીચે દબાયેલા ખેડૂતો એક બાજુ સરકારી સહાય માટે અરજી કરી રહ્યા છે. બીજી બાજુ રવી પાકની તૈયારી માટે વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ સમયસર ખાતર ન મળવાથી વાવણી અને પાકની કામગીરી પર સીધી અસર પડી રહી છે. જો ખેડૂતોને સમયસર ખાતર ન મળે તો ખરીફ પાક બાદ ખેડૂતોને રવી પાકમાં પણ ફટકો પડવાની શક્યતા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *