
શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે તોફાની બનેલી ગાયે બાઈક સવાર સહિત બે યુવકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક સવાર ગંભીર રીતે ઘવાતા તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. રખડતા ઢોર મુદ્દે સામાજિક કાર્યકરે પાલિકા અને પશુપાલ કોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે આજે બપોરે એક ગાય તોફાને ચડતાં વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
