
વડોદરાઃ સરકારના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓ અને કોલેજો બાદ હવે સ્કૂલોને પણ સ્કૂલોના કેમ્પસમાં રખડતા શ્વાનનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.હાલમાં ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પણ પ્રારંભ થવાનો છે.આ સંજોગોમાં સ્કૂલોના આચાર્યોને કૂતરાઓના સર્વેની કામગીરી કરવાની નોબત આવી છે.
