
Gandhinagar Accident : ગાંધીનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્દ્રોડા કટ નજીક એક બેફામ બુલેટ ચાલકની ટક્કરે અન્ય એક બાઈક પર જતા બે પિતરાઈ ભાઈઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. માહિતી અનુસાર એક ભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્યનું સારવાર દરમિયાન મોત થયું.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
પોલીસ ફરિયાદ અનુસાર સેક્ટર 8માં રહેતા જશપાલ સિંહ ડાભીનો પુત્ર જગદીશ સિંહ (40) અને તેમનો ભાણીયો ઘનશ્યામ સિંહ ચાવડા ઈન્દ્રોડા ખાતે કોઈ કામથી ગયા હતા.
