
દુર્ગમ સ્થળે ધ્વજા ફરકાવવામાં આવ્યાના ફોટો વાયરલ : અનધિકૃત રીતે હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર
જૂનાગઢ, : ગિરનાર પર ઓઘડ શિખર પર જૈન સમાજના અમુક લોકોએ ધ્વજા ફરકાવી હતી અને આ અંગેના ફોટો પાડી વાયરલ કર્યા હતા, જેનો સાધુ સંતોએ વિરોધ કર્યો છે. અનધિકૃત રીતે ઓઘડનાથજીની ચરણ પાદુકા પર હક્ક સ્થાપિત કરવાની કોશિષ કરનારાઓ સામે પગલા લેવામા આવે એવી માંગ સાથે આજે શ્રી ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંત સહિતનાઓએ ડીવાયએસપી અને ભવનાથ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.
ગિરનાર પર્વતના શ્રી ગોરખનાથ અને ગુરૂ દતાત્રેય શિખર વચ્ચે ઓઘડનાથજી શિખર આવેલું છે, જ્યાં ઓઘડનાથજીની ચરણપાદુકા આવેલી છે. આ સ્થળ રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં પણ સામેલ છે.
