
Gir Gadhdha news : ગીર-ગઢડા તાલુકાના પીછવી ગામમાં આજે સવારે એક અત્યંત કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલી એક સિંહણે ઘર પાસે રમી રહેલી બે વર્ષની બાળકીને તેની માતાની નજર સામે જ ઉઠાવી જઈ, લગભગ એક કિલોમીટર દૂર ફાડી ખાધી હતી. જોકે, વનવિભાગની ત્વરિત કામગીરીને પગલે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.
ક્યારે અને કેવી રીતે બની ઘટના?
આ હૃદયદ્રાવક ઘટના સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી.
