ગુજરાતની શાંતિ ભંગ થઇ, સ્થાનિકો પરિવાર સાથે ઘર છોડી પલાયન થયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના બની
  • વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા
  • રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય

 હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના બની છે. જેમાં વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા છે. તથા વારંવાર હુમલા થવાના કારણે સ્થળાંતર કરી રહ્યાં છે. તેમજ નાના બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ છે. તેમજ રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય લોકોને સતાવી રહ્યો છે. તેથી સાતથી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન થયા છે.

સાતથી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન
સાબરકાંઠાના વણઝારા વાસ પર બે વખત પથ્થર મારો થતાં વણઝારા વાસના સ્થાનિકો પોતાનો માલ સામાન લઈને સીફ્ટ થઈ રહ્યાં છે. તેમાં વારંવાર હુમલા થઈ રહ્યા છે જેને લઈ માલ સામાન લઈને સીફ્ટ થઈ રહ્યા છે. તેમાં નાના બાળકો અને સ્થાનિકમાં ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે વણઝારા વાસમાં તોફાની ટોળા આમને-સામને આવી ગયા હતા. તેમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયાની આશંકા છે. તેમાં પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જાણો સમગ્ર મામલો:
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બાદ દિવસભર શાંતિ જોવા મળી હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંસા ભડકી હતી. જેના કારણે પોલીસની કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરના વણઝારા વાસમાં તોફાન ફાટી નીકળ્યા હતા. વણઝારા વાસમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવા અને તોફાની ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *