
Gujarat Government Cracks Down on Illegal Mining Transport: રાજ્યભરમાં ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે.
આ સિસ્ટમ બંધ કરી દેવા નિર્ણય લેવાયો
વર્ષે 2025 પૂર્ણ થતાની સાથે નવુ વર્ષ 2026 બેસતાં જ પહેલા અઠવાડિયામાં ખનિજ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા ટ્રેક્ટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનિજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરીને છોડી મૂકાતા હતાં અને ફરીથી તે જ વાહનો ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિમાં સક્રિય થઇ જતા હતાં.
