ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કામગીરી તેજ:99.6 ટકા મતદારોને ફોર્મ પહોંચાડી દેવાયા, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ અને ફેબ્રુઆરી 2026માં ફાઈનલ યાદી જાહેર કરાશે

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચના CEO હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 44 હજાર જેટલા BLO કામગીરીમાં જોડાયેલા છે. રાજ્યમાં અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ પહોચાડી દેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર સુધીમાં તમામ ફોર્મ એકત્રિત કરાશે અને 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ગુજરાતમાં ડીસેમ્બર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે SIRની તેના પર અસર થશે કે નહીં તેને લઈ સવાલ કરાતા ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે આ બાબતે અમે કશું કહી શકીએ નહીં. ડ્રાફ્ટ યાદીમાં નામ રહી ગયું હોય તો નામ ઉમેરી શકાશે
SIRની કામગીરી માટે ફોર્મ ભરાયા બાદ 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. ડ્રાફ્ટ જાહેર થયા પછી 8 જાન્યુઆરી સુધી કોઈનું નામ રહી ગયું હોય તો ઉમેરો કરી શકાશે. ઓનલાઇન દ્વારા પણ વિગતો ભરી શકાય છે. દરેક ફોર્મ પર આપેલ QR કોડ સ્કેન કરતા સીધું ઓનલાઇન ફોર્મ ખુલશે. 2002ની યાદીમાં નામ મળે તો સાબિતીની જરૂર નહીં
શુક્લાએ કહ્યું કે જો 2002ની મતદાર યાદીમાં નામ મળે છે તો કોઇ વધારાની સાબિતી આપવાની રહેશે નહીં. રાજ્યમાં 50%થી વધુ મતદારો એવા છે જેમના માતા-પિતા અથવા દાદાના નામ મળી ગયા છે અને નવી યાદીમાં તેમના નામ સાથે લિંક થઈ ચૂક્યા છે. BLO એક મતદારની ત્રણ વખત મુલાકાત લેશે
SIRની કામગીરી માટે BLO ત્રણ વખત મળશે, ‘બુક અ કોલ’ સુવિધા પણ ઉપલબ્ધ છે. BLO એપ પર ‘બુક અ કોલ’ સુવિધા ઉપલબ્ધ છે, જેથી મતદાર સમય નક્કી કરી BLO ને મળી શકે. દરેક ફોર્મ પર BLO નું નામ અને નંબર દર્શાવાયેલ છે. ફેબ્રુઆરીમાં ફાઈનલ યાદી જાહેર કરાશે
મતદાર યાદી એક સતત પ્રક્રિયા છે. ફાઈનલ યાદી ફેબ્રુઆરી 2026માં પ્રસિદ્ધ થશે. નામ રહી જાય તો ફાઈનલ યાદી પછી પણ ફરી ફોર્મ ભરી નામ દાખલ કરી શકાશે. હાલ રાજ્યના BLO, મામલતદાર સહિતના અધિકારીઓ મતદારોને મદદરૂપ થવા માટે સતત કામગીરી કરી રહ્યા છે અને ઓછામાં ઓછાં દસ્તાવેજો સાથે મતદારોનું નામ યાદીમાં દાખલ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. SIRની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર થશે કે નહીં?
હાલમાં SIRની કામગીરી ચાલી રહી છે જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અસર થશે કે નહીં તે બાબતે હારિત શુકલાને પૂછતા તેમણે જણાવ્યું કે ચૂંટણી કરવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું છે એટલે અમે આ બાબતે કશું કહી શકીએ નહીં. તેમજ રાજ્ય ચૂંટણી પંચ ને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે SIR ની કામગીરી ચાલી રહી છે એટલે હાલ કશું કહી શકાય નહીં.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *