
India–Germany Joint Statement: ભારત અને જર્મની વચ્ચે આજે 12 જાન્યુઆરીના રોજ સંરક્ષણ અને ટૅક્નોલૉજી ક્ષેત્રે મહત્ત્વના કરાર થયા, PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે ક્રિટિકલ મિનરલ્સ, સેમીકંડકટર અને શિક્ષણ સહિત મોટા 4 MOUs (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પણ કર્યા, PM મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી.
ભારત અને જર્મનીના સંબંધોનો નવો અધ્યાય
12 જાન્યુઆરી ભારત માટે કૂટનૈતિક અને ભવિષ્યની રણનીતિને લઈને ખૂબ જ ખાસ દિવસ રહ્યો, એક તરફ સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની જયંતી મનાવી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતથી ભારત અને જર્મનીના સંબંધોનો નવો પાયો નાખવામાં આવ્યો છે. જર્મન ચાન્સેલરની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે એવા કરારો થયા જેની સીધી અસર સુરક્ષા, શિક્ષણ, ટેકનિકલ વિકાસને થશે, PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે માત્ર વાતચીત જ નહીં પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંરક્ષણથી લઈને સેમીકંડકટર સુધી આવનારા પડકારોને ઝીલવાનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો.
