
SIR Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ 18 જાન્યુઆરી 2026ની સમયસીમા રખાઈ હતી જેમાં વધારો કરી ભારતના ચૂંટણીપંચે 30 જાન્યુઆરી 2026 નિર્ધારીત કરી હતી. સમયસીમા પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા કયા જિલ્લામાં કેટલા ફોર્મ(નં 6, નં 7, નં 8) મળ્યા તેની વિગતો જાહેર કરવામાં આવી છે.
