
– ગેલેન્ટિક બ્રેઈન 2027માં ઓપરેશનલ થશે
– ગૂગલ ‘પ્રોજેક્ટ સનકેચર’ સાથે એનવીડિયાના એડવાન્સ જીપીયુનું ભ્રમણકક્ષામાં ટેસ્ટિંગ કરી રહી છે
કેલિફોર્નિયા: 2025માં ડેટા સેન્ટર્સ પાછળ 61 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઈન્વેસ્ટમેન્ટ બાદ ન્યૂક્લિયર પાવર્ડ ડેટા સેન્ટર્સ, પાણીની અંદર ડેટા સેન્ટર્સની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ વચ્ચે ગૂગલ, એથરફ્લક્સ અને સ્ટારક્લાઉડ જેવી કંપનીઓ પૃથ્વી પર ડેટા સેન્ટર્સની જગ્યાએ ઓર્બિટલ ડેટા સેન્ટર્સ બનાવવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસમાં સૌર ઊર્જા છે, જમીન સંપાદન જેવા અવરોધો નથી અને પાણીના વધુ પડતા વપરાશની ફરિયાદનો છેડ ઉડી જાય છે.
