Godhara Gau Rakha Kendra : પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌ-રક્ષા માટે એક વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ ‘ગૌ-રક્ષા કેન્દ્ર’ બન્યું છે.
શું છે તેનો ઉદ્દેશ્ય?
આ નવરચિત વિશેષ સ્કવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થતી ગૌવંશની હેરાફેરી અને ગૌ-હત્યાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને સંપૂર્ણપણે અટકાવવાનો છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ આ વિશેષ સ્કવોર્ડમાં કુલ 8 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે.
