સોનાના ભાવમાં વધારો થવાથી

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે જણાવ્યું હતું કે બેંકો અસુરક્ષિત લોનથી સોનાની કોલેટરલ પર ધિરાણ તરફ વળી ગઈ છે, જેના કારણે સોનાની લોનમાં વધારો થયો છે. જોકે, વર્તમાન બેંકિંગ સિસ્ટમમાં આ વધારો ચિંતાનું કારણ નથી.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે અમે બધા પોર્ટફોલિયોની સમીક્ષા કરી રહ્યા છીએ, જેમાં ગોલ્ડ લોન, એમએસએમઈ લોન અને વ્યક્તિગત લોન સહિત તમામ શ્રેણીઓનો સમાવેશ થાય છે. બધી શ્રેણીઓમાં સંપત્તિની ગુણવત્તામાં સુધારો થતો દેખાય છે, અને ડિફોલ્ટ ઓછા છે.
