ગ્રોકે યુઝર્સના સરનામા, ફોન નંબર, પરિવારની વિગતો લીક કર્યાનો આક્ષેપ

📅 Published: December 7, 2025 | 📂 Category: Uncategorized


– ઈલોન મસ્કની એક્સ સામે ગંભીર નૈતિક-કાયદાકીય સવાલો ઉઠયા

– ગ્રોક પાસે માત્ર એક સરનામાની વિગત મગાતા ફોન નંબર, ઈ-મેલ આઈડી સહિત પરિવારના સભ્યોની માહિતી પણ આપી દીધી 

ન્યૂયોર્ક : દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એઆઈ ચેટબોટ ગ્રોક પર યુઝર્સના સરનામા, ફોન નંબર, લોકેશન અને પરિવારની વિગતો લીક કરવાનો આક્ષેપ મૂકાયો છે. ફ્યુચરિઝમ નામની સંસ્થાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં એકીકૃત ચેટબોટ ગ્રોક કોઈપણ યુઝરની એવી અંગત માહિતી પણ લીક કરી શકે છે, જે કોઈપણ સ્થિતિમાં જાહેરમાં ઉપલબ્ધ ના હોવી જોઈએ.

ફ્યુચરિઝમ નામની સંસ્થાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ગ્રોક માત્ર ખ્યાતનામ હસ્તીઓ અથવા પ્રભાવશાળી લોકોની વિગતો જ લીક નથી કરતું, પરંતુ તે સામાન્ય લોકો અંગેની માહિતી પણ શૅર કરે છે અને તેમના વર્તમાન ઘરનું સરનામું, સંપર્કની વિગતો સાથે પરિવારની માહિતી અને લોકેશનની વિગતો પણ આપે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *