ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી, SIR મુદ્દે PM મોદીનો વિપક્ષને જવાબ

📅 Published: December 20, 2025 | 📂 Category: Uncategorized


PM Modi on SIR: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં જંગી સભાને સંબોધન કર્યું હતું જેમાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. SIR અંગે વિપક્ષને ઘેરતા PMએ કહ્યું કે ‘દેશદ્રોહીઓ SIRની ટીકા કરીને ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઘૂસણખોરોને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવાની ખાતરી કરવા માટે એક પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ ‘દેશદ્રોહી’ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

‘કોંગ્રેસના એજન્ડામાં પૂર્વોત્તર હતું જ નહીં’

આસામમાં વડાપ્રધાન મોદી ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ એક રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ સરકાર પર આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાજ્ય અને પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ ક્યારેય કોંગ્રેસની પ્રાથમિકતા યાદીમાં નહોતો, જ્યારે લોકો જુએ છે કે આસામમાં અત્યાધુનિક હાઇવે અને એરપોર્ટ બની રહ્યા છે, ત્યારે તેમને લાગે છે કે આસામને હવે ન્યાય મળી રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *