
– કંપની કોમર્સિયલ યુઝ અને ઘરકામ માટે પણ રોબોટ લાવશે
– નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટ ફેક્ટરીઓના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે બનાવવામાં આવ્યો છે
બૈજિંગ : ચીનમાં એસી સહિત હોમ એપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની મીડિયાએ વિશ્વનો સૌપ્રથમ એવો રોબોટ રજૂ કર્યો છે જેમાં છ હાથ લાગેલા છે. તેને સિક્સ આર્મ વ્હીલ લેગ ડિઝાઇન કહેવાય છે. કંપનીનું કહેવું છે કે તેણે રોબોટને ફેક્ટરીઓ માટે બનાવ્યો છે. રોબોટ ફેક્ટરીઓના મુશ્કેલ કામોને પૂરા કરશે.
