
Pem Wang Thongdok: ચીનના શંઘાઈ એરપોર્ટ પર તાજેતરમાં ચીની અધિકારીઓ દ્વારા અપમાન અને સતામણીનો ભોગ બનેલી અરુણાચલ પ્રદેશની મહિલાએ હવે સોશિયલ મીડિયા પર તેને નિશાન બનાવનારા ટ્રોલ્સને મજબૂત જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાં માત્ર તેમના વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર દેશના હિતમાં હોય છે. આ નિવેદન દ્વારા તેણે તમામ ભારતીયો વચ્ચે એકતા અને રાષ્ટ્રવાદનો મજબૂત સંદેશો આપ્યો છે.
સમર્થન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો
પેમા વાંગ થૉંગડૉકે તેનું સમર્થન કરવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો, સાથે જ ટ્રોલ્સને જડબાતોડ જવાબ પણ આપ્યો.
