ચોટીલામાં મંદિર પાસેના 40 ફૂટના રસ્તા પરનું 20 ફૂટનું દબાણ દૂર કરાયું, કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ ઘર્ષણ

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized


Chotila Demolition: યાત્રાધામ ચોટીલામાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા રવિવારે (11મી જાન્યુઆરી) વહેલી સવારથી જ વિશાળ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નવગ્રહ મંદિર નજીક કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. 

કલેક્ટર અને મહંત વચ્ચે ઘર્ષણ

ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ના પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે 40 ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે. પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે 10-10 ફૂટ જેટલું ગેરકાયદે દબાણ કરી 40 ફૂટનો રસ્તો માત્ર 20 ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *