
Magneto Mall in Raipur: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં થયેલી હિંસા અને કથિત ગેરકાયદેસર ધર્માંતરણના વિરોધમાં વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા બુધવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાયપુર, કાંકેર, દુર્ગ, જગદલપુર અને બિલાસપુર સહિતના મુખ્ય શહેરોમાં સવારથી જ બજારો અને શાળાઓ બંધ રહ્યા હતા.
મેગ્નેટો મોલમાં તોડફોડ અને હંગામો
રાયપુરમાં બંધ દરમિયાન સ્થિતિ ત્યારે તંગ બની જ્યારે પ્રદર્શનકારીઓ રાયપુરના પ્રખ્યાત મેગ્નેટો મોલમાં ઘૂસી ગયા હતા. અહીં ક્રિસમસની ઉજવણી માટે કરવામાં આવેલી સજાવટ અને સામાનને કાર્યકરોએ ફેંકી દીધો હતો અને તોડફોડ કરી હતી.
