
Bus Accident in Jammu : જમ્મુના રિંગ રોડ સ્થિત બિશનાહ વિસ્તારમાં સ્કૂલ પિકનિકથી પરત ફરી રહેલી એક બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 25 બાળકો અને 6 શિક્ષકો સહિત કુલ ૩૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ચાલકે બસ પરથી કાબૂ ગુમવાતા અકસ્માત થયો
પરગવાલ ઈન્ટરનેશનલ બોર્ડર વિસ્તારની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અખનૂર ખાતે પિકનિક મનાવવા ગયા હતા. સાંજના સમયે પરત ફરતી વખતે બિશનાહ રિંગ રોડ પર ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
